ગીર સોમનાથ જિલ્લાના માલગામ ખાતે રૂ.૧૨૭.૫૭ કરોડના ખર્ચે કોડીનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ યોજના હેઠળ કોડીનાર, સૂત્રાપાડા અને ગીરગઢડાના ૭૩ ગામો તથા ૩ પરાની ચાર લાખની વસ્તીને શુધ્ધ પાણી મળશે. ૨૪ મહિનામાં પૂર્ણ થનારી યોજનામાં ૧૭૭ કિમી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સૌની યોજના હેઠળ ડેમો ભરી સ્થાનિક નદીઓને જીવંત કરવાની રજૂઆત કરી હતી.