ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે ભારતનું ત્રીજું સ્પેસપોર્ટ વિકસાવવાની દિશામાં સરકારી કામગીરી તેજ બની છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમનભાઈ વાજા સાથે પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લઈ જમીનનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે જિલ્લા કલેક્ટર, મહેસૂલી અધિકારીઓ, ૈંદ્ગ-જીઁછઝ્રઈ અને ય્જીઈસ્ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જમીનના રેકોર્ડ, સર્વે નંબર, માલિકી હક, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વેલણ ખાતે સ્પેસપોર્ટ સાકાર થાય તો ગીર સોમનાથ જિલ્લાને અવકાશ ક્ષેત્રે નવી ઓળખ મળવાની સાથે ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો વધવાની સંભાવના છે. જોકે, હાલ પ્રાથમિક મૂલ્યાંકન ચાલી રહ્યું છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


































