કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા તા.૨૧થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ટેકનોલોજી
સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાના ૨૮૮ ખેડૂતો તથા ૬૮ ખેત મહિલાઓને પ્રાકૃતિક ખેતી, જમીન-પાણી પૃથકરણ, મૂલ્યવર્ધન, કૃષિ યાંત્રિકીકરણ, બાગાયતી ખેતી, વૈજ્ઞાનિક ખેતી પતિ અને રોગ-જીવાત નિયંત્રણ અંગે તાલીમ અપાઈ હતી. તાલીમાર્થીઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મ્યુઝિયમ, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, પ્રયોગશાળા, ગૃહ વિજ્ઞાન લેબ સહિતના ડેમો યુનિટની મુલાકાત કરાવવામાં આવી હતી. વરિષ્ઠ વૈજ્ઞાનિક જિતેન્દ્રસિંહ સહિત વિષય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોના ખેતીલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને અંબુજા ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો હતો.