સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આહીર સમાજ વાડી ખાતે અંબુજા ફાઉન્ડેશન, રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ અને માધવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાયો હતો. આસપાસના ૧૫ ગામોના જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. રાજકોટની નિષ્ણાંત તબીબોની ટીમે ૧૩૫ દર્દીઓની આંખોની તપાસ કરી હતી, જેમાંથી ૩૬ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદ થયેલા દર્દીઓને સંસ્થાની બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઓપરેશન, રહેવા અને જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક રહેશે. અંબુજા ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. માધવ સેવા ટ્રસ્ટનો આ ૧૩૧મો કેમ્પ હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ભાવેશભાઈ લાડુમોર સહિતના સેવાભાવીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહી સેવા આપી હતી.








































