અમરેલી- ચલાલા એમ.જી. સેક્શન પર આવેલ લેવલ ક્રોસિંગ નં. ૨૫ ઠ એટલે કે રાધેશ્યામ ફાટકને ઓવરહોલિંગના કામ માટે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૯ વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. કુલ ૧૨ કલાક દરમિયાન ફાટક પર ઓવરહોલિંગનું કામ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ફાટક પરથી વાહનવ્યવહાર બંધ રહેશે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત વિભાગ દ્વારા ફાટકના ઓવરહોલિંગનું કામ નિયત સમયગાળામાં પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યું છે.જેથી પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે.






































