અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોને તથ્યહીન અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ હાર ન પચાવી શકતાં પહેલાં ઈફસ્, ત્યારબાદ જીંઇ અને હવે સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ પર ખોટા આરોપો લગાવી ફેક નેગેટિવ ઊભું કરી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી કમિશનરોએ સંયુક્ત નિવેદન આપીને સાબિત કર્યું છે કે જીંઇ સંબંધી તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા અને ફોર્મ-૬ ના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરાયો નથી, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે. પોતાની તરફેણમાં પરિણામ આવે ત્યારે લોકશાહી અને ભાજપ જીતે ત્યારે ‘વોટ ચોરી’નો કાલ્પનિક આરોપ લગાવવાની કોંગ્રેસની બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ છે. વધુમાં અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગામી તા.૧ના રોજ અમરેલી ખાતે આવનાર છે.