ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ગાગડીયો અને જમકુડી નદીના કાંઠે આવેલા ગામોના વિકાસ તેમજ જરૂરિયાતમંદ પરિવારો માટે ૨૦૮ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૮ સરોવરના નિર્માણ કાર્ય અને કિસના ડાયમંડ જ્વેલરીના ૨૦૮ શોરૂમના નિર્માણના આનંદોત્સવ નિમિત્તે ૨૦૮ દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે.આ આયોજનના ભાગરૂપે ગાગડીયો અને જમકુડી નદીના કાંઠે વસેલા લુણકી, હરસુરપુર દેવળીયા, કેરીયા, લાઠી, દુધાળા, અકાળા, મતીરાળા, લુવારીયા, અંટાળીયા, હાથીગઢ, સાજણટીંબા અને બોડીયા સહિતના ગામોના આગેવાનોની અગત્યની બેઠક મળી હતી. બેઠક ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમણે જરૂરિયાતમંદ પરિવારોને સમૂહ લગ્ન સમારોહનો લાભ લઈ જીવનની નવી શરૂઆત કરવા અપીલ કરી હતી.