દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહી મિલ્ક પ્રોડ્‌યૂસર કંપની લિમિટેડની ૧પમી વાર્ષિક સાધારણ સભા તા.ર૯ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાઈ હતી. આ સભા મા વિશાળ સંખ્યામા દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. સભામા સંસ્થાના ચેરમેન વિજયભાઈ ઓડેદરાએ ગત નાણાંકીય વર્ષ દરમિયાન થયેલા વિકાસની વિગતો રજુ કરી હતી. તે જ રીતે મુખ્ય કાર્યપાલક આલોક કુમાર ગુપ્તાએ વર્ષ દરમિયાન કરેલા વિવિધ કાર્યોની માહિતી આપી હતી. તેમણે પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે આપેલો સહકાર અને માર્ગદર્શન બદલ એનડીડીબી નો આભાર માન્યો હતો. માહી ડેરીએ ગત વર્ષ દરમિયાન કુલ ૨૧૨૭.૦૩ કરોડ રૂપિયાની આવક મેળવી છે. જેમા કંપની ને ૫૩.૬૪ કરોડનો નફો થયેલો છે. સંસ્થા એ સભાસદો ને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાનુ નક્કી કરેલુ છે.