લીલીયા મોટા ખાતે સ્વ. ધનજીભાઈ પાંચાભાઈ શેખલીયાના અવસાન બાદ અંતિમ સંસ્કાર પ્રસંગે દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી પુત્રની ફરજ અદા કરી હતી. પરિવારમાં પુત્ર ન હોવા છતાં દીકરીઓએ પિતાની અંતિમ વિધિની જવાબદારી સ્વીકારી હતી. પિતાના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ હતો. તે સમયે દીકરીઓએ હિંમત અને કર્તવ્યભાવ સાથે પિતાના અંતિમ સંસ્કારની જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગ દીકરી પણ દીકરાથી ઓછી નથી તેવો સંદેશ આપતો બન્યો હતો.



































