રાજુલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે તા.૧ ઓક્ટોબરના રોજ ઓર્થોપેડિક નિષ્ણાતની નિઃશુલ્ક ઓપીડી યોજાશે. ડી.એન.બી. ઓર્થો રવિયા ડો. નિંકુજ ગાંધલિયા સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે. ઓપીડીમાં હાડકાં, સાંધા, ઘૂંટણ, થાપા, ખભા, પગની પાની, કમર તથા રમતગમતની ઈજાઓ અંગે માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે. ફ્રેક્ચર તથા અકસ્માતની ઈજાઓની સારવાર અને ફિઝિયોથેરાપીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.દર્દીઓ માટે અગાઉથી રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે ૯૮૦૯૮ ૯૨૦૯૨ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.