વડિયાના દેવળકી ગામે રહેતાં પ્રવીણાબેન ઉર્ફે પૂજાબેન લખુભાઈ ડોબરીયા (ઉં.વ.૩૭)એ છગનભાઈ વલ્લભભાઈ ક્યાડા, મધુબેન છગનભાઈ ક્યાડા, યોગેશભાઈ છગનભાઈ ક્યાડા, નિર્મળાબેન પરષોત્તમભાઈ કરકર, હંસાબેન રમેશભાઈ ડોબરીયા તથા રમેશભાઈ કરમશીભાઈ ડોબરીયા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના સસરા, સાસુ, જેઠ તથા માસાજી-માસીજીએ લગ્નગાળા દરમિયાન તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપી, નાની-નાની
બાબતોમાં મેણાં-ટોણાં માર્યા હતા. તેમજ ‘અમારે તું જોઈતી નથી’ તેમ કહી ગાળો આપી ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, પતિના અવસાન બાદ તેમને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી
મૂક્યા હતા.આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.એલ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.