ધારીના ખોડિયાર ડેમમાં ડૂબી જવાથી એક પુરુષનું મોત થયું હતું. મૃતક વ્યક્તિ મૂળ અમદાવાદના રહેવાસી હતા અને છેલ્લા કેટલાક સમયથી માનસિક તેમજ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. આ અંગે અમદાવાદમાં રહેતા અને મૂળ ડેડાણ ગામના નિર્મળાબેન રાજેશભાઇ હરીયાણી (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ રાજેશભાઇ બંસીદાસ હરીયાણી (ઉ.વ.૪૮) છેલ્લા દસેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા.
આ સાથે જ કોઈ કામ-ધંધો ન મળતો હોવાથી તેઓ કંટાળી ગયા હતા, જેથી પોતાની મેળે ધારી ખોડિયાર ડેમના પાણીમાં પડી જઈ ડૂબી જવાથી તેમનું મરણ થયું હતું. ધારી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.








































