સાવરકુંડલાના દોલતી ગામમાં સગીર વયની દીકરીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કેસમાં મળતી વિગતો અનુસાર, ફરિયાદીની ૧૬ વર્ષ, ૫ મહિના અને ૨૬ દિવસની સગીર દીકરીને આરોપી લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સગીરાની માતાએ પ્રતાપભાઇ ભુપતભાઇ ગુજરીયા રહે.મુળ ચાંચ ગામ તા.રાજુલા, દિનેશભાઇ કાળુભાઇ શિયાળ, રૂપસંગભાઇ ભુપતભાઇ ગુજરીયા,કિશનભાઇ ભાવેશભાઇ તથા મેરૂભાઇ બિજલભાઇ ગુજરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં મુખ્ય આરોપીને મદદ કરનાર અન્ય ચાર શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અન્ય ચાર આરોપીએ મુખ્ય આરોપી પ્રતાપભાઈ ગુજરીયાને ચડામણી કરી તેમની સગીરાને ભગાડવામાં પૂરેપૂરી મદદગારી કરી હતી.