અમરેલી જિલ્લા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. ટીંબી ચેકપોસ્ટ પરથી પોલીસે બે શખસોને ૮ બોટલ અંગ્રેજી દારૂ સાથે ઝડપી લીધા હતા. પોલીસે કૂલ રૂ. ૪,૧૯૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત, ચિતલ ગામેથી ૭ લીટર અને અમરેલીમાંથી ૨ લીટર મળી કૂલ ૯ લીટર દેશી દારૂ જપ્ત કરાયો હતો. તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએથી પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા-ફરતા ૧૮ ઈસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.