બાબરાના વાવડા ગામે એક પુરુષે જીરામાં છાંટવાની દવા પી લેતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે યશભાઇ મુકેશભાઇ ભાયાણી (ઉ.વ.૨૦)એ જાહેર કર્યા
મુજબ, મુકેશભાઇ લાભુભાઇ ભાયાણીએ અગમ્ય કારણોસર પોતાની મેળે વાડીએ જીરાના પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ
જે.સી. સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































