GCERT ગાંધીનગર પ્રેરિત ડાયેટ ગીર સોમનાથ દ્વારા આયોજિત ૧૧મા દ્વિ-દિવસીય ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું તપોવન વિદ્યાસંકુલ, આંકોલવાડી (તા. તાલાલા) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ૬ તાલુકાઓમાંથી BRC કક્ષાએ અને SVS કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર માધ્યમિક વિભાગની ૨૫ અને પ્રાથમિક વિભાગની ૨૫ કૃતિઓ સહિત કુલ ૬૦ કૃતિઓ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં ૧૨૦ બાળકો અને ૬૦ માર્ગદર્શક શિક્ષકોએ હાજરી આપી હતી.પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત, ગીર સોમનાથના પ્રમુખ મંજુલાબેન કે. મૂછાળ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય હરિપ્રબોધમ ધામ, બાકરોલથી સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્ય મહાનુભાવોમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ. પટેલ, ડાયેટ પ્રાચાર્ય અને ગુજરાત રાજ્ય તાલીમ ભવન અધ્યાપક મંડળના પ્રમુખ વી.એમ. પંપાણીયા, જૂનાગઢ ડાયેટ પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ, જૂનાગઢ ડાયેટ સી. લેક્ચરર ભરતભાઈ મેસિયા, એ.સી. વ્યાસ, વિમલભાઈ વાડોદરિયા, આંકોલવાડીના સરપંચ સેજલબેન વઘાસિયા તેમજ ડાયેટનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.









































