આઈ.સી.ડી.એસ. કુંકાવાવ ઘટક દ્વારા નવમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ અને ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. સગર્ભા માતાઓની ગૃહ મુલાકાત લઈ શિશુ આહાર અને બાળ ઉછેરમાં પુરુષોની ભાગીદારી અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. બાળકો અને કિશોરીઓના પોષણ, એનિમિયા નિવારણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ આહાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું હતું. ૩ થી ૬ વર્ષના બાળકો માટે ‘આનંદ અને ઉમંગના રંગો’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે ‘પોષણ માહ’ અને ‘પોષણ થાળી’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.