લાઠી તાલુકાના કાંચરડી ગામ માટે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી કાંચરડી ગામમાં નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગામ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી આ વિસ્તારના બાળકોને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે અન્ય ગામો કે શહેરો સુધી લાંબા થવું પડતું હતું, જેના કારણે ખાસ કરીને દીકરીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવી શાળા શરૂ થવાથી વિદ્યાર્થીઓને પોતાના જ ગામમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળશે.









































