બાબરા નજીકના ગરણી ગામે, આટકોટ રોડ ઉપર આવેલા ગણેશ પાર્ટી પ્લોટ પાસે ટ્રેક્ટર ખાડામાં પલટી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પાનસડા ગામના જગદીશભાઈ ભનુભાઈ ગોસ્વામી (ઉં.વ.૨૭) એ જાહેર કર્યા મુજબ, જીતેશભાઈ ભનુભાઈ ગોસ્વામી (ઉં.વ. ૨૬) વાડીએ ખાતર ખાલી કરીને પરત આવી રહ્યા હતા.ઉપરોક્ત સ્થળે તેઓ પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવી બેસતાં ટ્રેક્ટર રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયદેવસિંહ ચંદુભા સોલંકી આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































