ઉત્તરપૂર્વ દિલ્હીમાં ૨૦૨૦ના રમખાણોના મોટા કાવતરા સાથે જાડાયેલા યુએપીએ કેસના આરોપી ઉમર ખાલિદની નિયમિત જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ઉમર ખાલિદની વચગાળાની જામીન અરજી પર પણ નોટિસ ફટકારી છે. આ કેસમાં આગામી સુનાવણી ૨૭ ઓગસ્ટે થશે. ઉમર ખાલિદની જામીન અરજી પર ૨૭ ઓગસ્ટે આરોપી શર્જિલ ઇમામની સાથે સુનાવણી થશે.દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૦ માં ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ “મોટા કાવતરા” સાથે સંબંધિત યુએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ) હેઠળ નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે નોટિસ જારી કરીને, ન્યાયાધીશ પ્રતિભા એમ. સિંહ અને વિકાસ મહાજનની બેન્ચે દિલ્હી પોલીસને બે અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું. ઉમર ખાલિદના વકીલે જણાવ્યું હતું કે ધરપકડ પછી આ તેમની ત્રીજી જામીન અરજી છે, અને તેઓ આ કેસમાં વચગાળાના જામીન પણ માંગી રહ્યા છે.બેન્ચે કહ્યું કે તે ઉમર ખાલિદની અરજી પર ૨૭ ઓગસ્ટે સુનાવણી કરશે, તે જ દિવસે સહ-આરોપી શર્જિલ ઇમામની જામીન અરજી પર પણ સુનાવણી થવાની છે. ઉમર ખાલિદે ટ્રાયલ કોર્ટના ૪ જુલાઈના રોજ જામીન અરજી ફગાવી દેવાના નિર્ણયને પડકાર્યો છે. દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે શરજીલ ઇમામની જામીન અરજી પણ ટ્રાયલ કોર્ટના આદેશથી ફગાવી દેવામાં આવી હતી, અને બેન્ચ બંને કેસોની એકસાથે સુનાવણી કરી શકે છે.
સપ્ટેમ્બર ૨૦૨૦ માં ધરપકડ કરાયેલ ઉમર ખાલિદ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેના પર ફેબ્રુઆરી ૨૦૨૦ ના રમખાણોના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હોવાનો આરોપ છે, જેમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા હતા. નાગરિકતા સુધારો અધિનિયમ અને રાષ્ટÙીય નાગરિક રજિસ્ટર સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન આ હિંસા ફાટી નીકળી હતી. શરજીલ ઇમામ, ઉમર ખાલિદ સૈફી અને ભૂતપૂર્વ આપ કાઉÂન્સલર તાહિર હુસૈન સહિત અન્ય લોકો પર પણ આ મોટા કાવતરામાં કથિત સંડોવણી બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ આ કેસની તપાસ કરી રહી છે.







































