અમરેલી LCB ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્‌યો છે. આરોપીની ઓળખ અયુબ નૂરદીન ઉર્ફે નુરખાન કલર ઉંમર ૪૫ વર્ષ, રહેવાસી ફલોડી, રાજસ્થાન તરીકે થઈ છે. LCB ટીમે બાતમી તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્‌યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.