અમરેલી જિલ્લામાં અપમૃત્યુના વધુ ૪ બનાવ નોંધાયા હતા. અમરેલી શહેરમાં રહેતા ભાર્ગવભાઈ દીપકભાઈ દુહેરાએ જાહેર કર્યા મુજબ, દીપકભાઈ દામજીભાઈ દુહેરા (ઉ.વ.૫૪) એ પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.બીજા બનાવમાં માંગવાપાળ ગામે યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.ત્રીજા બનાવમાં હાલ અમદાવાદના નિકોલમાં રહેતા મૂળ તરકતળાવ ગામના પ્રશાંતભાઈ કનુભાઈ દેવાણીએ જાહેર કર્યા મુજબ, તરકતળાવ ગામે રહેતા અશોકભાઈ શામજીભાઈ દેવાણી (ઉ.વ.૫૨) એકલા રહેતા હતા. તેમજ તેમના લગ્ન થયા નહોતા અને લોન લીધી હતી, જેની ભરપાઈ કરવાનું માનસિક ટેન્શન હોવાથી ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.ચોથા બનાવમાં મૂળ પંચમહાલના રામનગરીના અને હાલ સાવરકુંડલાના ચરખડિયા ગામે રહેતા ભીમાભાઈ સોમાભાઈ નાયકે જાહેર કર્યા મુજબ, દિનેશભાઈ ચંદુભાઈ નાયક (ઉ.વ.૩૮) માથામાં ઈજા થયેલી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા અને સારવાર મળે તે પહેલાં જ મરણ પામ્યા હતા.










































