ધારીના બોરડી ગામની યુવતીના લગ્ન ધારી મુકામે થયા હતા. લગ્નના થોડા જ દિવસોમાં સાસરિયાઓએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું અને પરિણીતાને પહેરેલા કપડાંએ ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે કાજલબેન નાનજીભાઈ બોરીચા (ઉં.વ. ૨૮)એ ધારીમાં રહેતા પતિ પારશભાઈ નાગજીભાઈ દાફડા, સાસુ વિલાશબેન નાગજીભાઈ પરમાર, નણંદ રીનાબેન કૌશિકભાઈ ચૌહાણ અને નણદોયા કૌશિકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, લગ્નના છ મહિના બાદ જ પતિ સહિતના સાસરિયાઓએ તેમને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તેમજ એકાદ વર્ષ પહેલાં તેમને ઘરેથી કાઢી મૂકી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.