અમરેલીમાં KMK રાજ્યકક્ષાની બહેનોની અંડર-૧૪ કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં સોમનાથ એકેડેમી (DLSS)ની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કરીને ટીમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ સફળતા બદલ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, કેમ્પસ ડાયરેક્ટર
કૃણાલભાઈ સોલંકી, સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા, ઇન્ચાર્જ કોચ રીટાબેન, ટ્રેનર સોલંકી હેતલબેન વગેરેએ તેમને અભિનંદન પાઠવેલ છે.