અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ- વિદ્યાસભા ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્ભય્, પ્રાથમિક, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, મિશ્ર માધ્યમ તેમજ જ્ઞાનશક્તિ સહિતના વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભજન, સુગમ સંગીત, દોહા-છંદ તેમજ પ્રાચીન અને અર્વાચીન ગરબાની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં લેખનકૌશલ્ય અને સુંદર અક્ષરલેખન વિકસે તે માટે સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. નાના ભૂલકાંથી લઈને મોટા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. ગજેરા કેમ્પસ દ્વારા શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને મહત્વ આપવામાં આવે છે. આ પ્રસંગે પ્રમુખ વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, દરેક બાળકમાં વિશેષ પ્રતિભા રહેલી હોય છે અને તેને યોગ્ય મંચ મળવો જરૂરી છે. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.

































