સાવરકુંડલામાં સમન્વય ધ્યાન સાધના કેન્દ્ર સંચાલિત શ્રી આશાપુરા મા (ગાધકડા) જૈન હોસ્પિટલમાં આજે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજસેવા અને માનવસેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું. સેવાભાવી
વ્યક્તિઓના યોગદાનને બિરદાવવાનો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો. મહેશભાઈ કસવાલાએ સેવાભાવી મહાનુભાવોના કાર્યોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આવા સેવાકીય કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ બને છે.
































