જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે વિંના એનર્જી કંપનીની પવનચક્કીની વીજલાઈનમાં ફરી રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ વીજલાઈનમાં આવી જતા કરંટ લાગવાથી મોરનું મોત થયું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત મોરને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. અગાઉ ભટવદર વિસ્તારમાં બે મોરના મોત બાદ ૧૮ દિવસમાં ત્રીજા મોરના મોતથી પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. વીજલાઈનોની સઘન તપાસ કરી પક્ષીઓની સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા કરવા ગામલોકોએ માંગ કરી છે.





























