અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આટર્સ કોલેજ ખાતે BCA વિભાગ દ્વારા IT CAREER વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RED AND WHITE SKILL AND EDUCATION તરફથી મુખ્ય વક્તા તરીકે પાર્થ શિયાણી તથા અમરેલી બ્રાંચના ડાયરેક્ટર વૈભવભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ શિયાણીએ વિદ્યાર્થીઓને IT ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. Software Development, Web Development, Mobile Application Development, Database, Artificial Intelligence AND Cyber Security ક્ષેત્રોની તકો અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે Technical Skills, Programming Skills, Soft Skills, Practical Knowledge, Internship and Placement અંગે પણ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પ્રશ્નો પુછી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા HOD પી.વી. ઠુંમર સહિત સ્ટાફે મહેનત કરી હતી. વસંતભાઈ ગજેરા, મનસુખભાઈ ધાનાણી સહિત આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.








































