સાવરકુંડલા ખાતે હરિહર સ્વામીજીની પવિત્ર સ્મૃતિમાં એક ભવ્ય નિઃશુલ્ક નોટબુક વિતરણ સમારોહ યોજાયો હતો. અમેરિકા સ્થિતા શ્રીમતી ભારતીબેન મનુભાઈ કોરડીયા પરિવારના સૌજન્યથી યોજાયેલા આ સેવાયજ્ઞમાં ૨,૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૧૩,૦૦૦થી વધુ નોટબુકો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી તેમજ જૂનાગઢ અને સાવરકુંડલા મંદિરના પધારેલા પૂજ્ય સંતોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને તથા સાવરકુંડલાના પ્રથમ નાગરિક શ્રીમતી નયનાબેન કાપડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ ઉપરાંત અગ્રણીઓ સર્વ કનુભાઈ ગેડીયા, જીવનભાઈ વેકરીયા, પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ અને પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી સહિત અનેક દાતાઓ, શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.