સાવરકુંડલા સરકારી બ્રાંચ શાળા નંબર-૭ ખાતે રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્રારા આયોજિત રંગોત્સવ સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને દરેકને પ્રમાણપત્રો તથા જુદી જુદી કેટેગરી વાઈઝ બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.