અમરેલી જિલ્લામાં કુંકાવાવ, લાઠીથી લઈ છેક વેરાવળ સુધી બ્રોડગેજ રેલવે લાઈન નાખવામાં આવી છે ત્યારે હવે આ રેલવે લાઇન પર લાંબા અંતરની ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો લાંબા અંતરની ટ્રેન સેવા શરૂ થાય તો અમરેલી જિલ્લાના સુરત, અમદાવાદ અને બોમ્બે રહેતા લોકોને ફાયદો થઈ શકે તેમ છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા વેરાવળથી મુંબઈ, અમદાવાદ અને સુરત સહિત હરિદ્વાર ટ્રેન શરૂ કરવાની બાંહેધરી આપી હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આ બાંહેધરી ભૂલી જવામાં આવતી હોય છે. બ્રોડગેજ રેલવે લાઈન પર વેરાવળથી લાંબા અંતરની વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવાની ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી લાંબા અંતરની અઠવાડિક ટ્રેન જ શરૂ કરવામાં આવી છે તેથી દરરોજ લાંબા અંતરની ટ્રેન સેવા શરૂ થાય તો અમરેલી જિલ્લાના મુસાફરોને લાભ થઈ શકે તેમ છે.








































