બગસરાના મોટા મુંજીયાસર ગામે મહિલા પાસે બળજબરીથી ૫૦૦ રૂપિયાની માંગ કરી જાનથી મારવાની ધમકી આપી હતી. મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં બડીયો માર્યો હતો. બનાવ અંગે જયાબેન ડાયાભાઈ વિંઝુડા (ઉ.વ.૪૫)એ અમિતભાઈ લાલજીભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની પાસે રૂ.૫૦૦ ની બળજબરીપૂર્વક માંગણી કરી હતી. તેમણે પૈસા આપવાની ના પાડતા જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમણે ગાળો આપવાની ના પાડતા લાકડાનો બડીયો લઇ શરીરે સાથળના ભાગે એક ઘા માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































