અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજ ખાતે મહિલા વિકાસ મંડળ-અમરેલી દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારના રોજ ‘બાળલગ્ન પ્રતિબંધ ધારો-૨૦૦૬’ અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પ્રોબેશન અધિકારી રેખાબેન માંડલિયા અને એકાઉન્ટન્ટ ક્રિષ્નાબેન જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રેખાબેન માંડલિયાએ વિદ્યાર્થિનીઓને બાળલગ્ન પ્રતિબંધ ધારો-૨૦૦૬ અંગે અને તે અંગેના વિવિધ કાયદા-કાનૂન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાઈસ પ્રિન્સિ. ડો. વેલિયતે કાર્યક્રમની રુપરેખા આપી હતી અને ઉપસ્થિત વક્તાઓનું સ્વાગત કર્યુ હતું. આભાર દર્શન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા.જૈમિનભાઈ જોશીએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ મેમ્બર્સનો સહયોગ પ્રાપ્ત થયો હતો.