થોડા દિવસો પહેલા બાબરા ખાતે શોરૂમના માલિક ભરતભાઈ રાદડિયા ઉપર છરી વડે થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે આરોપી પાસે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટનાસ્થળે આરોપીએ હુમલો કેવી રીતે કર્યો, કઈ દિશામાંથી આવ્યો અને છરી વડે કઈ રીતે પ્રહાર કર્યો તેની વિગત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અધિકારીઓ તથા પંચો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.