બાબરાના ચમારડી ગામના યુવકનું બાઇક સાઇન બોર્ડ સાથે ભટકાતાં મોત થયું હતું. બનાવ અંગે દિલીપભાઇ ધનજીભાઇ સીતાપરા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ અશ્વિનભાઇ ધનજીભાઇ સીતાપરા (ઉ.વ.૩૦) બાઈક લઇને બાબરાથી ચમારડી તરફ જતા મેલડી માના મંદીર પાસે ગોળાઇમાં ગફલત ભરી રીતે અને બેફીકરાઇથી ચલાવતાં સાઇન બોર્ડ સાથે ભટકાયા હતા. જેમાં માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.