બગસરાના મોટા મુંજીયાસર ગામે સીમમાં કપાસ વીણતાં એક યુવક પર હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી બનાવ અંગે બગસરામાં રહેતા સુરેશભાઈ વેલજીભાઈ ચારોલા (ઉ.વ.૩૭)એ જુનાગઢના ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રહેતા દીનેશભાઇ ભગાભાઇ માથાસુળીયા, ભાવેશભાઇ દેવાભાઇ માથાસુળીયા, સાગરભાઇ દેવાભાઇ માથાસુળીયા તથા ઘુસાભાઇ વજુભાઇ માથાસુળીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને તેની પત્નિ સાથે એક વર્ષ પહેલા ઝઘડો થયો હતો. જે વાતનું મનદુઃખ રાખી તેઓ મોટા મુંજીયાસર ગામે ભાગવી રાખેલી વાડીએ કપાસ વીણતા હતા ત્યારે આરોપીએ આવી મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ કાશીબેન સુરેશભાઇ ચારોલીયા (ઉ.વ.૩૭)એ સુરેશભાઇ વેલજીભાઇ ચારોલીયા તથા રાહુલભાઇ સુરેશભાઇ ચારોલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પોતાની ભાગવી રાખેલ વાડીએ કપાસ વીણતા હતા તે દરમિયાન કામ બાબતે તેમના પતિ તથા દિકરા સાથે બોલાચાલી થતા બંન્નેએે તેમને જેમતેમ ગાળો આપી, પથ્થરનો છુટો ઘા મારી મુંઢ ઇજા કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી ટી બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.