પંજાબમાં તાજેતરમાં‌ ફગવાડામાં એલ.પી‌. યુ. (લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી)માં વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા અને તોડફોડ કરવામાં આવી. એવી વાત બહાર આવી કે ગર્લ્સ હોસ્ટેલ (GH)૩માં એક વિદ્યાર્થિની પર ત્રણ કામદારોએ બળાત્કાર કર્યો છે જેમાં પ્લમ્બર/કડિયા/ ઇલેક્ટ્રિશિયનની વાત આવી. ૨૬મીએ વિદ્યાર્થીઓના મોબાઇલમાં સંદેશાઓ આવ્યા. સાશિયલ મીડિયા પર પાસ્ટો આવવા લાગી. ૨૭મીએ પહેલા તો વિદ્યાર્થીઓ વિરોધ કરવા એકઠા થયા હતા અને તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ બ્લાક કર્યો. પરંતુ ૨૭મીએ સાંજે તોડફોડ શરૂ થઈ કેમ્પસની અંદર મોલમાં તોડફોડ થઈ. ફર્નિચર તોડ્‌યાં.
સાશિયલ મીડિયા પર વાઇરલ વિડિયોમાં વિદ્યાર્થિનીઓ એવું કહેતી જોવા મળે છે કે યુનિવર્સિટીના પ્રબંધને આ બાબતે ભીનું સંકેલી લીધું છે અને કાં તો વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે અથવા તો તેને તેના ઘરે મોકલી દેવામાં આવી છે.
ભાજપ વિરોધીઓ કહે છે કે એલ. પી. યુ. અત્યારે આઆપના રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્તમાનમાં ભાજપના નેતા અશોકકુમાર મિત્તલની છે તેથી તેમણે આ કરાવ્યું હોઈ શકે. પરંતુ આ વાતનો છેદ એટલા માટે ઉડી જાય છે કારણ કે આ ઘટનામાં ભીનું સંકેલવાનો આક્ષેપ યુનિવર્સિટી પ્રબંધન પર થઈ રહ્યો છે એટલે માટે અશોકકુમાર મિત્તલ પર વિદ્યાર્થીનીઓનો આડકતરો આક્ષેપ થાય. આવા સંજોગોમાં તોડફોડ અને વિરોધ પ્રદર્શનને અશોકકુમાર મિત્તલ એવી રીતે પ્રોત્સાહન આપી શકે? કે કરાવી શકે?
સાશિયલ મીડિયા પર એક વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો કે ભાજપનો કાર્યકર આ ઉગ્ર પ્રદર્શન પાછળ છે તેવું પોલીસ કહે છે પરંતુ પોલીસે આ વિડિયોને ફેક વિડિયો તરીકે લેબલ માર્યું છે.
તો બીજી તરફ ભાજપના નેતા રવનીતસિંહ બીટ્ટુ અને શિરોમણી અકાલી દળના નેતા વિક્રમસિંહ મજિઠિયા કહે છે કે આ ઘટના પાછળ આઆપ ઉત્તરદાયી છે. આઆપના નેતાઓએ માસ્ક પહેરેલા ગુંડાઓને પરિસરમાં હિંસા માટે ઉશ્કેરણી કરવા શસ્ત્રો સાથે મોકલ્યા હતા.
દુઃખની વાત એ છે કે દિલ્હીમાં જંતર મંતર પર પોલીસ અત્યાચારની વાત કરનાર આમ આદમી પક્ષ શાસિત પંજાબમાં બીજી-ત્રીજી વખત એવું બન્યુ છે કે પોલીસ નિર્દયતાથી વિરોધ પ્રદર્શનકારીઓ પર તૂટી પડે છે અને ખૂબ જ માર મારે છે. બીજું કે જોવાની વાત એ છે કે સ્ત્રીઓને પણ પુરુષ પોલીસ માર મારે છે જ્યારે કે નિયમ એવો છે કે મહિલા પોલીસ હોવી જોઈએ. ભારતીય નાગરિક સંહિતા ૨૦૨૩ના અનુચ્છેદ ૩૫ (૧) અને ૪૯ (૨) અનુસાર માત્ર મહિલા પોલીસ જવાન જ મહિલા પ્રદર્શનકારીઓને સંભાળી શકે છે અને તેના પર લાઠી મારી શકે છે, પુરુષ પોલીસ જવાન નહીં. આમ છતાં પંજાબમાં પુરુષ પોલીસ જવાનો અવારનવાર મહિલા વિરોધી પ્રદર્શનકારીઓ પર નિર્દયતાથી તૂટી પડે છે સામાન્યતઃ આવી બધી બાબતોમાં જો ભાજપ રાજ્ય હોય તો તુરંત જ ઉચ્ચ ન્યાયાલય અથવા તો સર્વોચ્ચ ન્યાયાલયમાં જનહિત યાચિકા દાખલ થઈ જતી હોય છે પરંતુ જ્યાં આઆપ કે કાંગ્રેસ સરકાર હોય ત્યાં જનહિત યાચિકા એટલે કે પીઆઈએલજીવી લોકો શાંત થઈ જાય છે.
એલપીયુમાં તોડફોડ પાછળ એક કાશ્મીરી મુસ્લિમ ઇન્ફ્‌લુઅન્સર મોહમ્મદ ફરહત (ઘણા આ વ્યક્તિનું નામ ફરહત દેવ કહે છે)નો હાથ હોવાનો પણ સાશિયલ મીડિયા ઉપર દાવો થઈ રહ્યો છે. વિડિયોમાં એવું દેખાઈ રહ્યું છે કે મોહમ્મદ ફરહતે તે ઉગ્ર પ્રદર્શનની શરૂઆત કરી હતી. સીસીટીવી ફૂટેજના‌ આધારે પણ એલ.પી.યુ ની વિદ્યાર્થિની રમ્યા‌ મિશ્ર એવો દાવો કરી રહી છે કે મોહમ્મદ ફરહત હોસ્ટેલમાં ઘૂસ્યો હતો અને તેણે ગુંડાઓને બોલાવ્યા હતા. પછી સીસીટીવી કેમેરો તોડી નાખવામાં આવ્યો હતો. ટાઈમ્સ નાવ ચેનલ સાથેની વાતચીતમાં મોહમ્મદ ફરહાતે એવું સ્વીકાર્યું હતું કે અફવા સાંભળ્યા પછી વિદ્યાર્થીઓને બચાવવા માટે તેણે ગુસ્સામાં કાર્ય કર્યું હતું. પરંતુ હિંસાનું આયોજન કર્યું નહોતું. ફરહત પોતાને એક માડલ અને અભિનેતા ગણાવે છે અને તેને લગતા વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકતો હોય છે.
આ આખી ઘટનાને આઆપે ખૂબ જ ઉપેક્ષાથી લીધી હોય તેવું લાગે છે કારણકે જ્યારે વિદ્યાર્થીઓમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ દિલ્લીમાં ખોટી રીતે રસ્તો તોડવા બાબતે આઆપ ધારાસભ્ય જર્નેલસિંહ અને પ્રધાન પરવેશ વર્માના લાફા પ્રકરણમાં વિરોધ નોંધાવવા પહોંચી ગયા હતા. બીજી તરફ પંજાબની વિદ્યાર્થીઓની ઘટના બાબતે આઆપ સદંતર મૌન છે એટલું જ નહીં પરંતુ વિપક્ષો પણ મૌન સેવી રહ્યા છે . ભાજપ વિરોધી કાકરોચો (સીજેપી)એ પણ વિદ્યાર્થિનીઓની સુરક્ષાની ચિંતા કરી અને આ બાબતે કોઈ પ્રહાર કરવાનું ટાળ્યું છે.
દિલ્લીની ઘટનામાં સ્પષ્ટ હતું કે સીજેપીના લોકોએ હિંસા ચાલુ કરી હતી તેના ઉત્તરમાં આત્મારક્ષામાં અને સંસદમાં જતા અટકાવવા પોલીસે કાકરોચો પર અને ડફલી ગેંગ પર બળ પ્રયોગ કર્યો હતો. પરંતુ તેમાં
વિપક્ષોએ અને વિશેષ રૂપે રાહુલ ગાંધીએ પીડિત તરફી એટલે કે ઘાયલ લોકો તરફી સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ સ્ટેશનમાં જઈ અને હોબાળો કર્યો. સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ પ્રદર્શનકારીઓ સામે એફઆઇઆર પાછી ખેંચી લેવા યાચિકા થઈ ગઈ અને જેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરી અને હા અમે પણ કાકરોચ છીએ તેમ કહી અને કાકરોચ જનતા પાર્ટી બનાવી અને તેના નેજા હેઠળ થયેલા વિરોધ પ્રદર્શનમાં ઉત્તરદાયી મનાતા પ્રદર્શનકારીઓ સામે એફઆઇઆર પાછી ખેંચવા સર્વોચ્ચ માનનીયોએ આદેશ કર્યો ! પરંતુ પંજાબની આ ઘટના પછી પોલીસના અત્યાચાર સામે કોઈએ કોઈ ફરિયાદ કરી નથી.
દિલ્લીની સાપેક્ષે પંજાબની એલપીયુમાં વિદ્યાર્થીઓના થયેલા વિરોધ પ્રદર્શનને મીડિયાએ પણ ખૂબ જ ઓછું કવરેજ આપ્યું. આઆપ સરકાર સામે આંગળી ચીંધવાનું ટાળ્યું. એ તો અગાઉ સફાઈ કર્મચારીઓના આંદોલન વખતે પણ જોવા મળ્યું હતું. પોતાના ગામમાં ડ્રગ્સ ખૂબ વેચાય છે તેવી ફરિયાદ આઆપ સરકારના પ્રધાન હરદીપસિંહ ચીમા ગામની મુલાકાતે આવ્યા ત્યારે કરનાર ગુલઝાર સિંહ પર આઆપના લોકોએ ક્ષમા માગવા ખૂબ દબાણ કરતાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી અને આત્મહત્યા પહેલાં વિડિયો બનાવ્યો હતો જેમાં તેમણે હરદીપસિંહ ચીમા અને આઆપના સ્થાનિક નેતાઓ પર આક્ષેપ કર્યા હતા. ગુલઝારસિંહની અંતિમવિધિ પણ ફરજિયાત કરાવાઈ હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો.
પરંતુ માત્ર પંજાબ જ નહીં, બિહારમાંય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગડબડો અંગે વિરોધ પ્રદર્શનો કર્યાં. તેમાં પોલીસે લાઠીવાળી કરી. રાહુલ ગાંધી પીડિત વિદ્યાર્થીઓને મળ્યા. સ્વાભાવિક બિહારમાં ભાજપનું શાસન છે એટલે તેઓ ત્યાં જાય અને પીડિતોને મળે પરંતુ પંજાબ અંગે તેઓ કંઈ બોલે નહીં, તે સ્વાભાવિક છે. તો બિહાર અંગે ભાજપ કંઈ બોલે નહીં તે પણ સ્વાભાવિક છે. આ બધામાં વિદ્યાર્થીઓ ફૂટબોલના દડાની જેમ ફંગોળાયા કરે છે અને આવું માત્ર અહીં જ છે તેવું નથી, ફ્રાન્સમાંય છે.
ફ્રાન્સમાં તો પંજાબ કરતાંય મોટા પાયે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હિંસા કરી. ફ્રાન્સના ઇલે દ ફ્રાન્સ પ્રદેશમાં ૨૧ સપ્ટેમ્બરે આ પ્રદર્શનો શરૂ થયાં જે બાદમાં હિંસામાં ફેરવાયાં. કારો અને બિલ્ડિંગોને આગ લગાડવામાં આવી. એક શિક્ષકને પેટ્રોલ ફેંકી બાળવાનો પ્રયત્ન થયો. શાળાના કર્મચારીગણને નિશાન બનાવવામાં આવ્યા. પોલીસ લાઇન પર એસિડ ફેંકવામાં આવ્યો. સ્થાનિક દુકાનોમાં લૂટફાટ કરવામાં આવી. એટલું જ નહીં, અગ્નિશામક ગાડીઓને પણ રોકવા માટે તેના પર આક્રમણો કરાયાં. અનેક પ્રાચાર્યો અને શિક્ષકો પર શારીરિક આક્રમણો કરાયાં તો ક્યાંક વિદ્યાર્થીઓ તરફી શિક્ષકો પોલીસની સામે વિદ્યાર્થીઓના કવચ તરીકે ઊભા રહી ગયા. ૪૦૦થી વધુ શાળાઓમાં શિક્ષણ ખોરવાઈ ગયું. શાળાથી શરૂ થયેલા આ આંદોલનમાં બાદમાં પેરિસ, મર્સૈલ, સ્ટ્રાસબર્ગ, લાયાન, રેઇમ્સ અને પાઇટિએર્સમાં ૩૦ શિક્ષણ પરિસરોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા. એટલું જ નહીં, આપણે ત્યાં આઈએએસ છે તેવી રીતે ત્યાં પ્રશાસનિક અધિકારીઓ અને શિક્ષકો પણ સરકારે શિક્ષણ અંગે મૂકેલા બજેટ કાપના વિરોધમાં જોડાયા. શું આ બધા વિરોધપ્રદર્શનોનો ઉત્તર પોલીસે ફૂલોથી આપ્યો? ના. પોલીસે અશ્રુ વાયુ છોડ્‌યો અને લાઠી વીંઝી. જોકે વિરોધીઓની હિંસા એટલી ઉગ્ર હતી કે ૮૩ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.
વિરોધનો મુદ્દો શું હતો? ફ્રાન્સ કે વ્યાપક રીતે યુરોપ વિશે ભારતમાં એવી માન્યતા કલમઘસુઓએ અને વિદેશી ચમચાઓએ ઘર કરાવી દીધી છે કે (શાહબુદ્દિન રાઠોડના લાભુ મેરાઈની ભાષામાં) યુંરોપ એટલે યુંરોપ.. યુરોપ અને અમેરિકા તો સ્વર્ગ સમાન. ભારત નરક સમાન. યુરોપ અને અમેરિકામાં સરકાર અને સરકારી તંત્ર બધું બરાબર ચાલે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ જળવાય. ત્યાંની શાળાઓ એટલે શાળાઓ. સરકારી શાળામાં જ ભણે. પરંતુ એવું હવે નથી. ફ્રાન્સમાં અત્યારે જે આંદોલન થયું તેના વિરોધના મુદ્દા આ મુજબ છેઃ સરકારી શાળામાં એક વર્ગમાં ઠાંસી-ઠાંસીને વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે, શિક્ષકોની ઘટ અથવા શિક્ષકો અનુપસ્થિત રહે છે, શિક્ષણના કલાકો લાંબા છે (એક દિવસમાં વધુ સમય વિદ્યાર્થીઓએ ભણવું પડે છે) અને આટલી બધી ગરમી પડે છે તો વર્ગખંડોમાં એ. સી. નથી તેવા મુદ્દે આંદોલન થયું. તેમનું સૂત્ર હતું, ‘8 am-6 pm. Mroe hours of lessons than sleep’. ફ્રાન્સમાં હવે હાલતા-ચાલતા હિંસા થઈ જાય છે. ૨૦૨૩માં હમાસે ઇઝરાયેલ પર આક્રમણ કરી નિર્દોષોને મારી નાખ્યા તે પછી ઇઝરાયેલે હમાસ સામે યુધ્ધ છેડ્‌યું તેના વિરોધમાં મે ૨૦૨૪માં વિદ્યાર્થી ચળવળકારોએ સાયન્સીસ પો યુનિવર્સિટીના બિલ્ડિંગ પર આધિપત્ય કરી લીધું હતું. પોલીસે તેમને હટાવવા પડ્‌યા હતા. જુલાઈ ૨૦૨૪માં ડાબેરી યુતિ જીતી તેના આનંદમાં પણ ભારે વિરોધ અને હિંસા ફાટી નીકળી હતી. ૨૦૨૫માં સરકારે
લીધેલાં કરકસરનાં પગલાં વિરુદ્ધ ૧૦ સપ્ટેમ્બરે હડતાળ કરી હતી. ગત વર્ષે મેમાં પેરિસ સેઇન્ટ-જ્‌ન ફૂટબાલ ટીમ મિલાન સામે જીતી તેની ઉજવણીમાં લૂટફાટ અને આગચંપી કરાઈ હતી અને ગત મે મહિનામાં ફરીથી પેરિસ સેઇન્ટ-જર્મૈનનો વિજય થયો તો તેના આનંદમાં લોકોએ હિંસા કરી હતી !
એક થિયરી એવી છે કે રાષ્ટ્રપ્રમુખ મેક્રાં સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પને ઊભા બનતું નથી. અમેરિકા અને ફ્રાન્સ ગ્રીનલેન્ડ, સીમા શુલ્ક (ટેરિફ), નાટો, ઈરાન સામે યુધ્ધ વગેરે અનેક બાબતે સામા છેડે છે. તેના કારણે સીઆઈએ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ભારતની જેમ ત્યાં વિદ્યાર્થીઓનું આંદોલન કરાવી રહ્યું છે. બીજી થિયરી એવી છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન ન્યૂ પાપ્યૂલર ફ્રન્ટ (એનએફપી)ને ૫૭૭માંથી ૧૮૦ બેઠકો મળી હતી, જે સૌથી વધુ હતી, પરંતુ તે સરકાર બનાવી શક્યું નહોતું. આથી ત્યાં મધ્યમ માર્ગી રેનેઇસન્સ અને મધ્યમથી જમણે ઝૂકેલો પક્ષ ડેમોક્રેટિક મૂવમેન્ટ તેમજ હારિઝાને મળીને સરકાર બનાવી છે. ટૂંકમાં ડાબેરીઓ વિરોધમાં છે એટલે વિદ્યાર્થીઓનું આંદોલન કરાવી રહ્યા છે. આનાથી એ સમસ્યા ભૂલી ન જવી જોઈએ કે શિક્ષકોની ઘટ ફ્રાન્સમાં પણ છે, એક વર્ગખંડમાં વધુ વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે અને સત્તાધીશો પોતે તો એસીવાળી કેબિનમાં બેસે છે, એસીવાળી કારમાં ફરે છે પરંતુ વિદ્યાર્થીઓને ભર ગરમીમાં દસ કલાક શેકાવું પડે છે. ફ્રાન્સ જેવી સમસ્યા ભારતમાં પણ છે જ. તેનો નિવેડો લાવવો જોઈએ, નહીંતર કોઈ સીજેપી આવશે અને શિક્ષણ પ્રધાનનો ત્યાગ પત્ર અપાવડાવશે. પરંતુ સમસ્યાઓ તો ઠેરની ઠેર જ રહેશે.
jaywant.pandya@gmail.com