અમરેલી જિલ્લાના ધારીના ડાભાળી ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં ડાભાળી ગામની વાડીએથી ૫૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી થઈ હતી. બનાવ અંગે સંદીપભાઈ દેવરાજભાઈ વસોયાએ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની વાડીએથી પાણીના બોરની મોટરનો ૫૦૦ ફૂટ કેબલ અજાણ્યા ઇસમ ચોરીને લઈ ગયા હતા. જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માઢક વધુ તપાસ કરી રહ્યા છે.







































