વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકા દ્વારા સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સંઘ પ્રણાલી પ્રમાણે પથસંચલન, વક્તા નરેન્દ્રભાઈ વરુનું ઉદ્બોધન અને અતિથિ વિષ્ણુભાઈ ભાલીયા (લેખક)દ્વારા સામાજિક જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સંઘના સ્વયંસેવકો દ્વારા વિશ્વમંગલની કામના કરવામાં આવી હતી. આ નિમિત્તે ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરોએ શસ્ત્રપૂજન કર્યું હતું. દુર્ગાવાહિનીની બહેનો-માતાઓ, નગરજનો, વેપારીઓએ ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરી અને પૂજન કર્યું હતું. આ તકે જાફરાબાદ તાલુકાના કાર્યવાહ ક્રિષ્નાભાઈ બાંભણીયા, સહકાર્યવાહ મનુભાઈ વાઘેલા, જિલ્લા કાર્યવાહ આકાશભાઈ પંડ્યા, બિપિનભાઈ બાંભણીયા, સબુરભાઈ વાળા, ધર્મેશભાઈ ગૌસ્વામી, ભરત ચૌહાણ, સંઘના અન્ય સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.








































