દામનગર નગરપાલિકા સંચાલિત એમ.સી. મહેતા હાઈસ્કૂલના પરિસરમાં તાજેતરમાં એક યોગ પ્રશિક્ષણ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારના આહલાદક અને શુદ્ધ વાતાવરણમાં યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જોડાઈને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.આ શિબિરમાં વિશ્વવિખ્યાત વૈદ્ય દમણિયાના યોગ પ્રશિક્ષક ડાયાભાઈ બાંભણિયાએ ઉપસ્થિત રહીને સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને મુદ્રાઓનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.










































