વડિયા-મોટી કુંકાવાવ તાલુકાના રામપૂર ગામે રામરોટી આશ્રમ ખાતે આયુર્વેદિક સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા ડો. હેડગેવાર સેવા સમિતિ દ્વારા મફતમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. આ તકે સંજયભાઇ નિમાવત તાલુકા કાર્યવાહ, કૌશિકભાઇ ઠાકર જિલ્લા સેવા પ્રમુખ, દિનેશભાઇ ધાનાણી અમરેલી નગર સેવા પ્રમુખ, આશ્રમના પૂજારી ચતુરભાઇ બોરડ, રાજુભાઇ દવે, સંદીપભાઇ વાઘાણી, ચંદ્રેશભાઇ વાળા, રતિભાઇ ગેવરિયા, બાબુભાઇ રામાણી, લાલજીભાઇ, સુરેશભાઇ બુહા સહયોગ આપેલ છે.