બાબરા તાલુકાના ગરણી ગામે આવેલી સુપ્રસિધ્ધ દેશળપીર બાપાની જગ્યા ખાતે મહાત્મા દેશળપીર બાપાની પરંપરાગત પુણ્યતિથિ મહોત્સવનું આયોજન આગામી ભાદરવા વદ તેરસ,
તા. ૦૮-૧૦-૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે. આ નિમિત્તે વહેલી સવારે મહાપૂજા, સવારે ૮ઃ૦૦ થી ૧૧ઃ૦૦ દરમિયાન ધ્વજારોહણ અને સવારે ૭ઃ૩૦ થી બપોરે ૧ઃ૩૦ સુધી આચાર્ય સુરેશભાઈ જાની તેમજ પ્રકાશભાઈ જોષીના આચાર્યપદે વિષ્ણુયજ્ઞ યોજાશે. બપોરે ૧૨ઃ૦૦ થી સાંજે ૭ઃ૩૦ સુધી મહાપ્રસાદ યોજાશે, જેના યજમાનપદે રાજકોટનો ચાવડા પરિવાર (કૃષ્ણ ડેરી ફાર્મ) અને સમઢીયાળાનો દેસાણી પરિવાર રહેશે. રાત્રે સાવરકુંડલા માનવમંદિરના ભક્તિરામ બાપુ ધર્મ સંદેશ આપશે અને ત્યારબાદ લલિતાબેન ઘોડાદ્રા, બાબુભાઈ આહિર, ભરતભાઈ દેસાણી, રાહુલભાઈ ભરવાડ તથા પ્રવિણભાઈ આહિર ભવ્ય સંતવાણી પ્રસ્તુત કરશે. જગ્યાના મહંતએ સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.





































