રામ મઢી આશ્રમ બાબાપુર ખાતે વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ દ્વારા વિઠ્ઠલપુર માધ્યમિક શાળા, જનતા વિદ્યાલય વડેરા અને સરંભડાના વિદ્યાર્થીઓ માટે ‘શેત્રુંજી નદીકાંઠામાં માનવ અને સિંહ સહજીવન’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લઈ માનવ-સિંહના સહજીવન દર્શાવતા ચિત્રો દોર્યા હતા. સુરેશભાઈ નાકરાણીએ વન્યજીવન અંગે માહિતી આપી હતી. ACF રાજ પટોળીયા અને RFO વત્સલ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ ત્રણ વિજેતાઓનું સન્માન તથા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા.




































