ચલાલામાં પૂ. વેલનાથ બાપુની પવિત્ર તિથિ નિમિત્તે કોળી સમાજના આગેવાનો અને યુવાનોની એક પ્રેરણાદાયી બેઠક યોજાઈ હતી. આ મહોત્સવને યાદગાર બનાવવા માટે ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વ્યવસ્થા જાળવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારીઓ સોંપાઈ છે. વડીલોએ સમાજમાં સંગઠન અને સંસ્કારોના જતન પર ભાર મૂક્યો હતો. આ બેઠક દ્વારા સમગ્ર વિસ્તારના સમાજબંધુઓને એકતા સાથે મહોત્સવમાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવશે.








































