આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP), રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય મજદૂર પરિષદ અને રાષ્ટ્રીય એડવોકેટ સેલ ઇન્ડિયા હેલ્થ લાઇન સહિતના તમામ આયામોની અમરેલી જિલ્લા બેઠક ડોક્ટર ગજેરાના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના આગામી કાર્યક્રમો અને વિસ્તરણ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર અધ્યક્ષ ડોક્ટર ગજેરા સાહેબ, અને સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ દ્વારા આગામી કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે, પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી, ઇન્ડિયા હેલ્થ લાઇન પ્રાંત અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય મજદૂર પરિષદના પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય છાત્ર પરિષદના પ્રાંત મંત્રી મજબૂત સિંહ બશીયા, ભાવનગર વિભાગ અધ્યક્ષ દડુભાઇ ખાચર, અમરેલી જિલ્લા અધ્યક્ષ જીલુભાઈ વાળા, જિલ્લા મંત્રી મહેશભાઈ સોલંકી, ઇન્ડિયા હેલ્થ લાઇન જિલ્લા પ્રમુખ ડોક્ટર ગોંડલીયા, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા, રાષ્ટ્રીય છાત્ર પરિષદ જિલ્લા પ્રમુખ જીતભાઈ કાબરીયા, મહામંત્રી રણજીતભાઈ તેમજ સંજયભાઈ પોપટ, સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષના વરદ હસ્તે રાષ્ટ્રીય મજદૂર પરિષદ, અમરેલી શહેરના હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી.