અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાના અમલ માટે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેમાં તા. ૨૧/૧૧/૨૦૨૬ ના રોજ જુદા-જુદા વિસ્તારોમાંથી નશાની હાલતમાં જાહેરમાં ફરતા ૮ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ધારી પોલીસે કરમદડીથી ભરતભાઇ ખીમાણીયા, ડુંગર પોલીસે મોરંગી પ્લોટથી હરીભાઇ ખુમાણ અને ડુંગર ગેટ પાસેથી રામભાઇ બારૈયા (ઉં.વ. ૫૪) ને પકડી પાડ્યા હતા.આ ઉપરાંત જાફરાબાદ ટાઉન પોલીસે મીઠી વાવ પાસેથી જયેશભાઇ ભાલીયા, અમરેલી રૂરલ પોલીસે મોટા આંકડીયાથી રાજેશભાઈ દેસાઈ તથા રાજુલા પોલીસે મોટા આગરીયાથી ભરતભાઇ પરમાર, હિંડોરણાથી છગનભાઇ બાંભણીયા અને રાજુલાથી યુનુસભાઇ જાખરા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.






































