વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે માતાના ઠપકાથી લાગી આવતા ૨૭ વર્ષીય યુવતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. હનુમાન ખીજડીયા રહેતા અને મજૂરીકામ કરતા ખીમજીભાઇ ચકાભાઇ સાગઠીયા (ઉં.વ. ૬૦) એ વડિયા પોલીસ મથકે આ અંગે જાણ કરી છે.પોલીસ વિગતો મુજબ, માતાએ રસોઈ બાબતે મીઠો ઠપકો આપતા પુત્રી સોનલબેન ખીમજીભાઇ સાગઠીયા (ઉં.વ. ૨૭) ને માઠું લાગી આવ્યું હતું. જેથી તેણીએ ઘરમાં પડેલી ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. વડિયા પોલીસે મ્દ્ગજીજી કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત (નં. ૪૩/૨૦૨૬) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






























