અમરેલી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને અવરજવર પર પ્રતિબંધ મૂકતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. ફરિયાદ મુજબ, સવારે ૬ઃ૦૦ થી રાત્રિના ૧૦ઃ૦૦ વાગ્યા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આરોપી ચાલક મંગાભાઇ કેશુભાઇ મકવાણા (ઉં.વ. ૫૦, રહે. રાજપરા, તા. તળાજા, જિ. ભાવનગર) એ શહેરમાં ભારે વાહન ચલાવી જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
































