અમરેલી જિલ્લાના કુંકાવાવના વતની અને ગાવકડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પિયુષભાઈ જોટાણિયાએ આઈઆઈટી ગાંધીનગર ખાતેથી ‘એજ્યુકેશન ટેક્નોલોજી’ વિષયમાં સંશોધન પૂર્ણ કરી પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ગુજરાત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્યપાલ એવોડ’ એનાયત થયો છે, તેમજ પ્રતિભાશાળી શિક્ષક, સાંદીપનિ ગુરુગૌરવ અને રામાનુજન શ્રેષ્ઠ શિક્ષક જેવા પ્રતિષ્ઠિત સન્માનો પણ મળ્યા છે. આ ઉપરાંત તેમણે રાજ્યના પાઠ્‌યપુસ્તકો, શિક્ષક મોડ્‌યુલ અને સંદર્ભ સાહિત્યના લેખનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના સંશોધન લેખો રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયા છે અને તેમનો બાળવાર્તા સંગ્રહ ‘ઢીંગલી રે ઢીંગલી’ પણ વાચકોમાં અત્યંત લોકપ્રિય બન્યો છે.