અમરેલીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા.૨૨ નવેમ્બર, રવિવારે રાત્રે ૮ઃ૩૦ કલાકે લાઠી રોડ સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ વિદ્યાસભા ખાતે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીની જાહેર સત્સંગ સભાનું આયોજન કરાયું છે. ‘પરિવારઃ સંસ્કારથી વૈશ્વિકતા સુધી’ વિષય પર તેઓ માર્ગદર્શન આપશે. છેલ્લા ત્રણ દાયકામાં ૪૦થી વધુ દેશોમાં ૧૫ હજારથી વધુ પ્રેરણાદાયી પ્રવચનો આપી ચૂકેલા સ્વામી યુવાનો અને પરિવારોને સંસ્કાર, સકારાત્મકતા તથા જીવન ઘડતરનું માર્ગદર્શન આપશે. બી.એ.પી.એસ. મંદિરના કોઠારી સંત સાધુ ચરિતસ્વામીના માર્ગદર્શન હેઠળ હરિભક્તો ઘરે ઘરે આમંત્રણ આપી રહ્યા છે.